12 ફેબ્રુઆરી 2019

નર્મદા જિલ્લો : પરિચય

આ જિલ્લાની રચના ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો,. નર્મદા જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ત્રીજા ક્રમે ડાંગ અને પોરબંદર જિલ્લાઓ પછી આવે છે. આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.
જોવાલાયક સ્થળો 

  • નિનાઈ ધોધ 
  • શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય 
  • કરજણ બંધ કરજણ નદી પર. 
  • શૂલપાણેશ્વર મંદિર 
  • સરદાર સરોવર બંધ 
  • રાજપીપળાનો મહેલ 
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી (સરદાર પટેલની પ્રતિમા)
  • ઝરવાણી ધોધ
  • હરસિધ્ધીમાતાજીનું મંદિર 
  • વિસાલખાડી
  • જુનારાજ ગામ
  • દેવમોગરા 
  • પોઈચા સ્વામી નારાયણ મંદિર